યુનિવર્સિટી ગીત
ધન્ય હો વલ્લભ વિદ્યાપીઠ !
ધન્ય ધન્ય હો વીર અમારી વલ્લભ વિદ્યાપીઠ !
ચારુ-ચરિત્ર-ખમીર સભર અમ વલ્લભ વિદ્યાપીઠ !
શીલ-વૃત-ફલ-શ્રૃત વિકસાવે,
પ્રકાશનો મધુ – માર્ગ બતાવે,
વિદ્યા દિયે વરિષ્ઠ
ચિન્મયી વલ્લભ વિદ્યાપીઠ ! … ધન્ય ધન્ય …
જગ-જીવનના મંત્ર પઢાવે,
કર્મ – કુશળતા યોગ ર્દઢાવે,
ધર્મ કરે પ્રતિષ્ઠ
અમોને વત્સલ વિદ્યાપીઠ !
ધન્ય હો વલ્લભ વિદ્યાપીઠ ! … ધન્ય ધન્ય…
– નિરંજન ગ. ઉપાધ્યાય